મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં આગજનીનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઇકાલે મોડી સાંજે મોરબી જિલ્લાનાં મોરબી માળિયા ચોકડી પાસેથી વધુ એક આગજનીની ધટના સામે આવી હતી. જેમાં સાબુના ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, હળવદમાં મોરબી માળિયા ચોકડી પાસે મહેશ જીનીંગ સામે આવેલ સાબુના ગોડાઉનમાં ગઇકાલે આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. સાબુના ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે વેસ્ટેજ કચરો લોકો દ્વારા સળગાવવામાં આવ્યો હતો. તેમાંથી આગ લાગ્યાનું જાણવા મળ્યું હતું. ત્યારે બનાવની જાણ થતાં જ હળવદ નગરપાલિકા ફાઈટર ઓફિસર રોહિતભાઈ મહેતા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાઈર ફાઈટરોની ટીમે દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે આગમાં સાબુ, કંતાન, અને કેરેટ સહિતનો માલસામાન બળીને ખાખ થયો હતો. જ્યારે કુલ કેટલા રૂપિયાનું નુકસાન થયું છે તે અંગે કોઈ વિગત જાણવા મળી નથી.