મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં મોરબી તાલુકા પોલીસે પ્રતિબંધિત ગોગો સ્ટીક નું વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી મોરબી-હળવદ રોડ ઉપર શિવ કોમ્પ્લેક્ષમાં આવેલ રાધે પાનની દુકાન પર કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા ગેરકાયદેસર નશાકારક ગોગો સ્ટીક વેંચાણ થતુ અટકાવવા ગુજરાત સરકારના જાહેરનામાંની અમલવારી કરી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચનાર ઇસમો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટિમને મળેલ બાતમીના આધારે, મોરબી તાલુકાના નીચી માંડલ ગામ ની સીમમાં મોરબી-હળવદ રોડ ઉપર શિવ કોમ્પ્લેક્ષમાં આવેલ રાધે પાનની દુકાનમાં રેઇડ કરી 35 ગોગો સ્ટીક સાથે વિપુલભાઇ વનજીભાઈ કૈલા નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. અને આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









