મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલ સદગત ની આત્માને શાંતિ માટે સમગ્ર રાજ્યમાં આજ શોક પાડવામાં આવ્યો છે. ત્યારે મોરબી માં બાર એસોસીએસન ના સભ્યો દ્વારા મૌન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી માં બાર એસોિયેશનના વકીલો દ્વારા કોર્ટ થી ઘટના સ્થળ એટલે કે જુલતા પુલ સુધી મૌન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના તમામ વકીલો જોડાયા હતા. જ્યારે દિવંગતની આત્માને શાંતિ અર્થે આ રેલીમાં આયોજન કરવામાં આવ્યું હતું.