ગુજરાત સરકારના નવનિયુક્ત મુખ્ય મંત્રી તેમજ મંત્રીઓને ગાંધીનગર ખાતે મોરબી સીરામિક એસોસીએસનના પ્રમુખો દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. તેમજ ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં સિરામિક ઉધોગના પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. જેમાં ઉદ્યોગકારો સાથે થતા ફ્રોડને લઈ SIT ની રચના કરવા બાબતે પણ રજુઆત કરવામાં આવી હતી. જેને લઈ આજે મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખોએ મળીને SIT ની રચના કરવા બાબતે મિટીંગ કરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીમા સીરામીક ઉદ્યોગ આજે ભારતનુ ૯૫% ટાઈલ્સ અને સેનેટરીવેરનુ ઉત્પાદન કરે છે. આ કલ્સ્ટરમા આવતી અનેક સમસ્યામાની સૌથી મોટી સમસ્યા સીરામીક ઉદ્યોગકારો ટાઈલ્સ ઉત્પાદન કરીને દેશના અલગ અલગ રાજ્યોમા કરતા વેચાણમા અમુક વેપારીઓ માલ લઈને પેમેન્ટ ખોટા કરે છે. તેમજ દિવસેને દિવસે વઘતા જતા ફ્રોડને કારણે નાણા ફસાઈ જતા હોય છે. ત્યારે તે બાબતમા ગઈકાલે ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમા મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખો ગાંઘીનગર ખાતે ગૃહમંત્રી હષઁ સંઘવીને SIT ની રચના કરવા માટે રજુઆતો કરતા તેના અનુસંઘાને આજ રોજ રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવને રૂબરૂ મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, કિરીટભાઈ પટેલ મળીને SIT ની રચના કરવા બાબતે મિટીંગ કરી હતી.