Sunday, September 14, 2025
HomeGujaratમોરબી જિલ્લા પાટીદાર કર્મયોગી પરિવાર દ્વારા સ્નેહ મિલન અને વેલકમ નવરાત્રિ કાર્યક્રમ...

મોરબી જિલ્લા પાટીદાર કર્મયોગી પરિવાર દ્વારા સ્નેહ મિલન અને વેલકમ નવરાત્રિ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા પાટીદાર કર્મયોગી પરિવાર દ્વારા “સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ”ના શુભાસયથી સ્નેહમિલન સમારોહ તેમજ વેલકમ નવરાત્રિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના શ્રેષ્ઠીઓ રાજસ્વી હસ્તીઓ,અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પાટીદાર કર્મયોગી પરિવારનું એક ગ્રુપ સંગઠન કાર્યરત છે, જેમાં કલાસ વન ટુ અધિકારીઓ, તમામ કર્મચારીઓ, શિક્ષકો, પોલીસના જવાનો સામેલ છે, આ સંગઠનમાં કોઈ હોદ્દેદાર નથી બધા જ કાર્યકર અને કન્વીનર દ્વારા સંઘ ભાવનાથી ગ્રુપ ચાલે છે, ગ્રુપમાં સમાવિષ્ટ જુદાં જુદાં સરકારી ખાતાના સભ્યો એકમેકને મદદ કરવાની ભાવનાથી જોડાયેલા છે, ગ્રુપના સભ્યોને જરૂર પડ્યે મેડિકલ સારવાર માટે જરૂરી આર્થિક યોગદાન પણ અર્પણ કરે છે. આ પાટીદાર કર્મયોગી પરિવાર દ્વારા પરસ્પર એકતા વધે, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના શુભ આશયથી દર વર્ષે સ્નેહમિલન અને વેલકમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

એ અન્વયે કેશવ પાર્ટી પ્લોટ મોરબી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના આગેવાનો ગોવિંદભાઈ વરમોરા, બેચરભાઈ હોથી, એ.કે.પટેલ, ડો.મનુભાઈ કૈલા, સમાજના રાજસ્વી મહાનુભાવો ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા કાંતિભાઈ અમૃતિયા, અશોકભાઈ દેસાઈ, સુશિલાબેન બાવરવા, સંગઠનના સૌ સૂત્રધારો જ્યંતિભાઈ રાજકોટિયા, પંકજભાઈ રાણસરિયા, મહાદેવભાઈ પટેલ વાસુદેવભાઈ સીણોજીયા મનોજભાઈ પનારા, સુમનભાઈ પટેલ,હર્ષિતભાઈ કાવર,વગેરે તેમજ સમાજના તમામ પત્રકારો વગેરેની ઉપસ્થિતમાં તમામ મહાનુભવોનું પાટીદારોના આદર્શ એવા રાષ્ટ્રીય એકતાના મસીહા એવા સરદાર પટેલની પ્રતિમાંથી સૌનું અભિવાદન કરાયું હતું, સર્વે મહાનુભાવ અધિકારી, પદાધિકારીઓએ પોતાના વક્તવ્યમાં કર્મયોગી પરીવારની પ્રવૃત્તિઓને વધાવી હતી, વખાણી હતી, સ્ટેજ પ્રોગ્રામ બાદ બહોળી સંખ્યામાં ઉપસ્થિત સૌએ માઁ ઉમાખોડલનો સમૂહ પ્રસાદ ગ્રહણ કર્યો હતો, ભોજન પ્રસાદ બાદ આધુનિક સુવિધા સભર કેશવ પાર્ટી પ્લોટ મધુરમ ઈવેન્ટના સંગાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, સમગ્ર કાર્યક્રમની સફળતા માટે તમામ કન્વીનરોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!