Tuesday, November 26, 2024
HomeGujaratહળવદના સામાજિક કાર્યકરને મળ્યો "ધ પ્રાઈડ ઓફ ગુજરાત" એવોર્ડ

હળવદના સામાજિક કાર્યકરને મળ્યો “ધ પ્રાઈડ ઓફ ગુજરાત” એવોર્ડ

YMCA ક્લબ અમદાવાદ ખાતે સેલિબ્રિટીઓની ઉપસ્થિતીમા ગુજરાતનો ભવ્ય એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં સોશિયલ વર્કની કેટેગરીમાં હળવદના સામાજિક કાર્યકર રાજેન્દ્રસિંહ રાણાને ધ પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા અંતર્ગત ધ પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ માટે હળવદમાં જન્મ થયેલ રાજેન્દ્રસિંહ રાણાની પસંદગી કરવામાં આવી છે. રાજેન્દ્રસિંહ રાણાએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જન્મ ભૂમિ હળવદને જ પોતાની કર્મ ભૂમિ બનાવીને ખરીદ વેચાણ સંઘમાં એકાઉન્ટન્ટની ફરજ બજાવી. નોકરી, વ્યવસાય અને ખેતીની સાથે સાથે સેવા કાર્યને પહેલી પ્રાથમિકતા આપીને તન,મન, ધનથી નિશ્વાર્થપણે સામાજિક કાર્યમાં મહત્વનું યોગદાન આપ્યું. તેઓ ઘણા વર્ષોથી અને ઘણી બધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામાજિક અને ધાર્મિક સંસ્થાઓં સાથે જોડાયેલા છે. અને તેમાં નોંધપાત્ર કાર્ય કરી યોગદાન આપ્યું છે. ખાસ કરીને ૨૦૨૫/૧૬ માં તેમની આગેવાનીમાં ગામ અને તાલુકાના લોકોની સેવા માટે હળવદમા રોટરી ક્લબ શરૂ કરી સભ્યોની મોટી ટીમ બનાવીને લોકોને પણ સેવાના સહયોગી બનાવ્યા હતા. રોટરી મારફતે શહેર, ગ્રામ્ય તેમજ લોકો માટે વિવિધ ક્ષેત્રના નવીન અને અનોખા તેમજ નાના, મોટા અને કાયમી અસંખ્ય સેવા પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે. જે હાલમાં પણ ચોવીસ કલાકને ત્રણસો પાસઠ દિવસ અનેક લોકોને ઉપયોગમાં આવે છે. ખાસ કરીને જરૂરતમંદો લોકો માટે તેમના અનેક પ્રોજેકટો આશીર્વાદરૂપ સાબિત થયાં છે. તેમને અત્યાર સુધીમાં અસંખ્ય નિરાધાર લોકોની તકલીફો કે અગવડોને દૂર કરી રાહત આપી સાચા અર્થમાં સહારો આપેલ છે. અને જરૂરત વખતે એક ક્ષણના વિલંબ કર્યા વગર તુરંત જ મદદની ભાવના સાથે દોડી જાય છે. રાજેન્દ્રસિંહ રાણાને 100 થી પણ વધુ એવોર્ડ,સિલ્ડ, મેડલ,સર્ટિફિકેટ દ્વારા અગાઉ પણ ઘણી સંસ્થાઓં દ્વારા સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. ત્યારે વધુ એક ગુજરાત લેવલે મૂલ્યવાન કહી શકાય એવો ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા અંતર્ગત ધ પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ મળતા તાલુકાના, સમાજના, રોટરીના અને રાણા પરિવારમાં ગર્વમા વઘારો થયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!