Friday, December 27, 2024
HomeGujaratમોરબીનાં મહેન્દ્રનગર ઓવરબ્રીજનું કામ સત્વરે પૂર્ણ કરાવવા સામાજિક કાર્યકરએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબીનાં મહેન્દ્રનગર ઓવરબ્રીજનું કામ સત્વરે પૂર્ણ કરાવવા સામાજિક કાર્યકરએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબી શહેરના પ્રવેશદ્વાર સમાન મહેન્દ્રનગર ચોકડી પર 21 કરોડ 61 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ફ્લાયઓવર બ્રીજનું કામ છેલ્લા થોડા સમયથી બંધ છે. ત્યારે આ ઓવરબ્રિજનું કામ સત્વરે પૂર્ણ કરાવાની માંગ સાથે મોરબીનાં સીનીયર સીટીઝન સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીનાં સીનીયર સીટીઝન સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મહેન્દ્રનગર ખાતે ઓવરબ્રીજનું કામ અધુરૂં છે, તે પૂર્ણ થાય તે ખુબ જ જરૂરી છે. મોરબી ઔદ્યોગીક નગર છે. સીરામીક – સેનીટેશન ઉદ્યોગનાં ટ્રાન્સપોર્ટેશનનું એક મહત્વનું કેન્દ્ર સ્થળ મહેન્દ્રનગર છે. મોરબીથી જેતપર અને મોરબી હળવદ જવાનું કેન્દ્રબીંદુ મહેન્દ્રનગર છે. અત્યારે મોરબી-હળવદ ફોરલેન રોડનું કામ પ્રગતીમાં છે. ત્યારે બાકી રહેતું મહેન્દ્રનગર ઓવરબ્રીજનું કામ ગ્રામજનોની રજુઆત છે કે ડીઝાઈનમાં ફેરફાર કરવો. SPAN ની સંખ્યા વધારવી. ગ્રામજનોની રજુઆત મુજબ ઓવરબ્રીજની ડીઝાઈનમાં ફેરફાર કરી બંધ ઓવરબ્રીજની કામગીરી સત્વરે શરૂ થાય તો ટ્રાફીક સમસ્યા ઉકેલાશે, અકસ્માતોનું પ્રમાણ ઘટશે, ઈધણ–સમયની બચત થશે, મહેન્દ્રનગર આજુબાજુની ટ્રાફીક સમસ્યા ઘટશે. તે ઉપરાંત સીરામીક એ FRAGILE મટીરીઅલ છે અને મોરબી હળવદ રોડના સ્લો કામના કારણે લાખો રૂપિયાની ટાઈલ્સ તુટવાની નુકશાની ઉદ્યોગો પર પડે છે. તો વહેલી તકે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી સર્વે કરાવી મહેન્દ્રનગર ઓવરબ્રીજની બાકી રહેતી કામગીરી પૂર્ણ થાય તે અત્યંત આવશ્યક છે. આ મહેન્દ્રનગર ચાર રસ્તા ગ્રામજનો – ખેડુતો – મહિલાઓ સ્કુલના બાળકોની પદયાત્રી તરીકેની અને ટુ વ્હીલર ચાલકોની સલામતી માટે પણ ઓવરબ્રીજની કામગીરી પુર્ણ થાય તે અનિવાર્ય જરૂરીયાત છે. તેમ મોરબીનાં સીનીયર સીટીઝન સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!