Tuesday, September 17, 2024
HomeGujaratહળવદમાં ૨૮૦ ગ્રામ ગાંજા સાથે એકને ઝડપી લેતી એસઓજી

હળવદમાં ૨૮૦ ગ્રામ ગાંજા સાથે એકને ઝડપી લેતી એસઓજી

મોરબી : મોરબી એસઓજીએ બાતમીના આધારે હળવદ રેલ્વેસ્ટેશન પાસે આવેલ જીન વાળા મેલડી માતાજીના મંદિરના ગ્રાઉન્ડમાં ૨૮૦ ગ્રામ ગાંજો સાથે એક આરોપીને ઝડપી લઈ એન.ડી.પી.એસ.એકટની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એસ.ઓ.જી.,સ્ટાફે બાતમીના આધારે હળવદ રેલ્વેસ્ટેશન પાસે આવેલ જીન વાળા મેલડી માતાજીના મંદિરના ગ્રાઉન્ડમાં આરોપી વાલાભાઇ પોપટભાઇ બાંભવા પોતાની પાસે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો પોતાના કબ્જામાં રાખી પોતાના છુટક ગ્રાહકોને વેચાણ કરતા હોય જે અંગે રેઇડ કરતા આરોપી ૨૮૦ ગ્રામ વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજો કી.રૂ.૨૮૦૦ તથા રોકડા રૂપીયા ૭૫૦ તથા મોબાઇલ નંગ-૧ કી.રૂ.૫૦૦૦ એક બ્રેજા કાર રજી.નં.જી.જે.૩૬ એસી ૭૭૮૨ કિં.રૂ.૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂપીયા ૧૦૮૫૫૦ નો મુદામાલ સાથે પકડી પાડ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!