મોરબી મહાનગરપાલિકા દ્વારા નગર દરવાજા ખાતેના વર્ષોથી બંધ હાલતમાં રહેલા મહિલા શૌચાલયનું નવીનીકરણ કરીને તેને “પિંક ટોયલેટ તરીકે બહાર પાડવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે સ્વચ્છ અને સજ્જ શૌચાલય સુવિધા ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી તૈયાર કરવાના આવ્યું છે, આ સાથે શહેરના અન્ય શૌચાલયોનાં રિનોવેશનનું પણ કામ તબક્કાવાર હાથ ધરવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે વધુ સારી શૌચાલય સુવિધાઓ ઉભી કરવાના ઉદ્દેશપૂર્વક અનેક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત નગર દરવાજા વિસ્તારમાં વર્ષોથી બંધ પડેલ મહિલા શૌચાલયનું બ્યુટીફીકેશન કરીને”પિંક ટોયલેટ” નામે પુનઃશરૂ કરવામાં આવ્યું છે. આ નવા “પિંક ટોયલેટ” ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જેમાં સ્વચ્છતા, સુરક્ષા અને સગવડતા એ મુખ્ય અભિગમ છે.
મહાનગરપાલિકા દ્વારા વધુમાં શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જૂના અને જર્જરીત શૌચાલયોની તબક્કાવાર રિનોવેશન કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જે થકી આખા શહેરમાં સુસજ્જ જાહેર શૌચાલયોની સિસ્ટમ ઊભી કરવામાં આવશે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ આ નવી સુવિધાઓનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે અને શહેરને સ્વચ્છ રાખવામાં સહકાર આપે.