Saturday, September 13, 2025
HomeGujaratમોરબીમાં સાર્થક વિદ્યાલય ખાતે STEM ક્ષેત્રમાં દીકરીઓના ઉતમ પ્રદર્શન અન્વયે વિશેષ કાર્યક્રમ...

મોરબીમાં સાર્થક વિદ્યાલય ખાતે STEM ક્ષેત્રમાં દીકરીઓના ઉતમ પ્રદર્શન અન્વયે વિશેષ કાર્યક્રમ યોજાયો

મોરબી જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે STEM ક્ષેત્રમાં દીકરીઓના ઉત્તમ પ્રદર્શન અન્વયે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ તથા પ્રગતિના માર્ગ પર મહિલાઓ STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) ક્ષેત્રમાં અવિસ્મરણીય સફળતા હાંસલ કરી રહી છે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી. નવીનતા, સંશોધન અને આધુનિક ટેકનોલોજીના વિકાસમાં મહિલાઓનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. મહિલાઓએ પરંપરાગત માન્યતાઓને પડકાર આપીને વિજ્ઞાન અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં પ્રભાવશાળી યોગદાન આપ્યું છે. આજે ભારતીય તથા વૈશ્વિક સ્તરે અનેક મહિલા વૈજ્ઞાનિકો, સંશોધકો, ટેકનોલોજી નિષ્ણાતો અને ઈનોવેટર્સ દ્વારા દેશને ગૌરવ અપાવ્યું છે. શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો તથા ખાનગી ક્ષેત્રમાં મહિલાઓ અગ્રણી પદો પર કાર્યરત છે અને ભવિષ્યની પેઢીને પ્રેરણા પૂરી પાડી રહી છે, ત્યારે સરકાર તથા વિવિધ સંસ્થાઓ STEM ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે પ્રોત્સાહનાત્મક યોજનાઓ અમલમાં મૂકી રહી છે તે અંગે વિદ્યાર્થીનીઓને માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મહિલાઓનું આ ઉત્તમ પ્રદર્શન માત્ર તેમના વ્યક્તિગત વિકાસ પૂરતું નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રગતિનું પ્રતિક છે. ભવિષ્યમાં STEM ક્ષેત્રમાં વધુ મહિલાઓ આગળ આવી પોતાની પ્રતિભા દર્શાવે તેવા પ્રયત્નો સતત કરવામાં આવે છે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓને મહિલા પોલીસ તથા SHE ટીમ અંગે માહિતગાર કરી અંતમાં ATL લેબ (Atal Tinkering Lab) ની મુલાકાત કરાવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો તેવું મોરબી જીલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!