Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલની સાથે શહીદ ક્રાંતિવીરોની પ્રતિમા પણ...

મોરબીમાં નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલની સાથે શહીદ ક્રાંતિવીરોની પ્રતિમા પણ મુકાશે

સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન અને પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા આ સરાહનીય કાર્ય આશરે ૧૫ લાખના ખર્ચે કરવામાં આવશે

- Advertisement -
- Advertisement -

મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન અને પાટીદાર નવરાત્રી મહોત્સવ મહોત્સવના મુખ્ય આયોજક અજય લોરીયા દ્વારા સરદાર પટેલની નવી પ્રતિમા મૂકવામાં આવશે તેમજ સાથે ક્રાંતિવીરો શહીદ ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ ની પ્રતિમા પણ મુકાશે.

મોરબીના સેવાભાવી અને દેશભક્તિ યુવાન અજય દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર પટેલની પ્રતિમાને નવી બનાવી અને મૂકવામાં આવશે અને સર્કલને પણ રિનોવેશન કરવામાં આવશે જે છે. આ લોખંડી પુરુષની સાથે દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન છે એવા શહીદ વીર જવાનો ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ અને સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમા પણ સરદાર પટેલની પ્રતિમા પહેલા મૂકવામાં આવશે.

આ પ્રતિમા ઘડવાનું કાર્ય હાલ થાનના એક કારીગર દ્વારા કરવામાં આવી રહ્યું છે જે થોડા સમયમાં પૂર્ણ થશે અને નવરાત્રીના પ્રથમ નોરતે આ પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવશે આ ઉપરાંત ત્યાં રાષ્ટ્રધ્વજ પણ બંને બાજુ લગાડવામાં આવશે તેમ સેવા જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને નવરાત્રી મહોત્સવ ના આયોજક અજય લોરીયા દ્વારા જણાવ્યું હતું અને તેમજ આર્કિટેક યોગેશ બાપોદરિયા દ્વારા સર્કલની ડિજાઇન વિના મૂલ્યે બનાવી આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!