હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે હળવદ ટાઉનમાં મોરબી દરવાજે પટેલ વાડી નજીક રેઢી સ્વીફ્ટ કાર રજી. નં. જીજે-૩૬-એસી-૬૧૭૫ મળી આવતા જેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ગ્રીન લેબલ વ્હિસ્કીની ૪૦ બોટલ કિ.રૂ.૨૫,૬૪૦/-મળી આવી હતી, આ સાથે હળવદ પોલીસે સ્વીફ્ટ કાર તથા વિદેશી દારૂનો જથ્થો જેની કુલ કિ.રૂ.૩,૨૫,૬૪૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.