મોરબી સહિત રાજયભરમાં રાજય સરકાર દ્વારા રખડતા પશુ તેમજ પાલતુ પ્રાણીઓની સ્થળ પર જ શક્ય તેટલી સારવાર થઈ શકે તે માટે 1962 મોબાઈલ પશુ દવાખાનું કાર્યરત કર્યું છે.આ પશુ દવાખાના દ્વારા અલગ અલગ વિસ્તારમાં રખડતા પશુઓની સારવાર કરાય છે.
આવો જ એક કેસ મોરબી જિલ્લાના ભલગામ ગામે સામે આવ્યો હતો જેમાં એક રખડતી ગાય સિંગડાંના ભાગે કેન્સર થવાને કારણે કણસતી હોવાનો ફોન આવતા ડો.તાવીન હુસેનભાઈ અને પાઇલોટ કમલરાજસિંહ રાણા દોડી ગયા હતા. અને સફળ ઑપરેશન કરી ગાયને પીડામાથી મુક્ત કરી નવું જીવન આપ્યું હતું