તાજેતરમાં ગુજરાત સરકાર દ્રારા રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક કક્ષાએથી પ્રતિભાશાળી વિધાર્થીઓ માં રહેલ અભ્યાસ સાથે કળ।ને ઉજાગર કરવા ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ચિત્રકલા પરીક્ષા લેવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા પરીક્ષા બોર્ડ દ્વારા અલગ અલગ નેચર,ભાતચિત્ર, ચિત્ર સયોજન વિષયો આપવામાં આવે છે તે વિષય અનુસાર વિધાર્થીઓએ ચિત્ર કામ જેતે તાલુકા સ્થાને નક્કિ કરેલ સ્કુલ કેન્દ્ર માં આપવાનુ હોય છે
પીપળીયા ચાર રસ્તા ખાતે સત્યસાંઈ વિધા મંદિર ખાતે પરીક્ષા કેન્દ્ર માં મોટાભેલા પ્રાથમિક શાળ।ની વિધાર્થીની ઈકરા સુમરાએ આ પરીક્ષા આપતા ગુજરાત રાજયમાં 100 માથી 100 ગુણ પ્રાપ્ત કરીને મોટાભેલા સ્કુલની વિધાર્થીની ઈકરા કાસમભાઇ સુમરા પ્રથમ સ્થાન મેળવી મોટાભેલા સ્કુલ સાથે મોરબી જીલ્લાનુ ગૌરવ વધાર્યુ હતુ.