Wednesday, January 8, 2025
HomeGujaratજબલપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનું જિલ્લા કક્ષાએ પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે કરાયું સન્માન

જબલપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનું જિલ્લા કક્ષાએ પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે કરાયું સન્માન

ટંકારા તાલુકાના જબલપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું જિલ્લા કક્ષાએ પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે સન્માન કરવામાં આવ્યું છે. CET ની પરીક્ષામાં ટંકારા તાલુકાના ચાર વિદ્યાર્થીઓમાંથી જબલપુર પ્રાથમિક શાળાના બે વિધાર્થીઓ પાણ યક્ષ અલ્પેશભાઈ અને દેસાઈ શ્રેયા જગદીશભાઈએ પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે સન્માન મેળવ્યું છે….

- Advertisement -
- Advertisement -

CET પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીને જિલ્લા કક્ષાએ પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જેમાં ટંકારા તાલુકાના 4 વિદ્યાર્થી પૈકી 2 વિદ્યાર્થીઓ જબલપુર પ્રાથમિક શાળાના પાણ યક્ષ અલ્પેશભાઈ અને દેસાઈ શ્રેયા જગદીશભાઈએ શાળાનું તેમજ ગામનું નામ રોશન કર્યું છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીને 5મી સપ્ટેમ્બરના રોજ રાજકોટ સંસદીય મત વિસ્તારના સંસદ સભ્ય પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા બંને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં. જે બંને બાળકોને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવી રહયા છે….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!