રાજ્યમાં જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6માં એડમિશન મેળવવા સરકારી અને ખાનગી સ્કૂલના ધોરણ 5ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં મોરબીના લખધીરગઢ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ ડંકો વગાડ્યો છે અને સમગ્ર જિલ્લામાં દ્વિતીય આવી છે.
લખધીરગઢ પ્રાથમિક શાળાની ભોજાણી ઋચા પંકજભાઈએ સ્પર્ધાત્મક પરીક્ષામાં પોતાની શાળાનો ડંકો વગાડ્યો છે અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પરીક્ષા 2023 ના મેરીટ લિસ્ટમાં સમગ્ર જિલ્લામાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે. તેમજ આ મેરીટ લિસ્ટમાં લખધીરગઢ પ્રાથમિક શાળાના અન્ય 8 વિદ્યાર્થીઓએ પણ સારું પ્રદર્શન કર્યું છે અને લિસ્ટમાં પોતાનું નામ નોંધાવ્યું છે. જેમાં કકાસણિયા નવ્યા, કાસુન્દ્રા પ્રણય, પનારા જેનીલ, પનારા રાધે, ચૌધરી રુદ્ર, ભાગિયા માન, પરમાર પિનલ, પરમાર અવિનાશનો સમાવેશ થાય છે. આ સૌ તેજસ્વી તારલાઓને લખધીરગઢ પ્રાથમિક શાળા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.