Saturday, July 27, 2024
HomeGujaratસ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અવરનેસ સેમીનારનું આયોજન

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અવરનેસ સેમીનારનું આયોજન

ટંકારા ખાતે આજરોજ સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ તથા ઉમિયા કરીયર ડેવલપમેન્ટ કાઉન્સિલ સોલા, અમદાવાદ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાનું સબ સેન્ટર ચાલુ કરવાનું હોય તે પૂર્વે એક અવરનેસ સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અનેક શિક્ષણ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, આજરોજ ટંકારા ખાતે સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ તથા ઉમિયા કરીયર ડેવલપમેન્ટ કાઉન્સિલ સોલા, અમદાવાદનાં નેજા હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષાનું સબ સેન્ટર ચાલુ કરવામાં આવનાર હોય તેના અનુસંધાને એક અવરનેસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં UCDC, સોલા – અમદાવાદ ખાતેથી દેવાંગ દવે, ડેનિશ ડેડાણિયા અને ચિન્મય પટેલ હાજર રહ્યા હતા, સાથે સાથે સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ પંચાણભાઈ ભૂત, ઉપપ્રમુખ હીરાભાઈ ફેફર, મેનેજિંગ ટ્રસ્ટી, ધનજીભાઈ, ટ્રસ્ટી બારૈયા સાહેબ, કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા, પાટીદારધામ મોરબી પ્રમુખ કિરીટભાઈ, કેશવજીભાઇ, વિનોદભાઈ, સંસ્થાની સ્કૂલના પ્રિન્સિપાલ અસ્મિતાબેન ગામી, કોલેજ પ્રિન્સિપાલ ડો. અતુલભાઈ માકાસણા તેમજ પીઆઇ કેતનભાઈ માથુંકિયા હાજર રહ્યા હતા. ડેનીશભાઈ દ્વારા સંસ્થાનો પરિચય, સબ સેન્ટરની માહિતી અને પરિણામો વિશે ચર્ચા કરી હતી. દેવાંગભાઈ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી આપવામાં આવી હતી અને દીકરીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી ઉદાહરણ આપી મોટીવેટ કરી હતી. પીઆઇ કેતનભાઈએ પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાની સફરની વાત કરી દીકરીઓને મોટીવેટ કરી હતી. આ અભ્યાસની વિશેષતા જોઈએ તો UCDC – સોલા, અમદાવાદની નિષ્ણાંત ટીમ દ્વારા માર્ગદર્શન, લેક્ચર, સેમિનાર, કન્યાઓ માટે સૂવર્ણ તક ઉભી થશે. હાલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અને ગ્રેજ્યુએટ થઇ ગયેલ વિદ્યાર્થીનીઓ જોડાઇ શકશે. ખાસ કરીને બિન અનામત આયોગ દ્વારા આર્થિક સહાય, વર્ગ૩ માટેની પોસ્ટની વિવિધ જગ્યાઓની વિશેષ તૈયારી કરી શકાશે. એ પણ શનિ – રવિ ના દિવસોમાં વર્ગો જેમા નિવૃત IAS / IPS તથા અધિકારીઓ દ્વારા વર્ષ દરમિયાન વિશેષ માર્ગદર્શન મળતું રહશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્લેટફોર્મ તૈયાર કરી ટંકારા તાલુકાની કન્યાઓ દેશના સર્વોચ્ચ શિખરે પહોંચી ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરે એ માટે ધણા સમયથી આયોજન ધટવામા આવતું હતું. જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને હવે એ દીવસો દુર નથી કે ક્લાસ વન અને ટુ રેન્કમા ટંકારાની બહેનો ન હોય. તેમ સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!