મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત “સ્ટુડન્ટ પોલીસ કેડેટ” (એસ.પી.સી.) પ્રોગ્રામ અંતર્ગત વિધાર્થી/ વિધાર્થીઓને કાયદાનું સ્વેચ્છાએ પાલન કરે, કાયદાને આદર આપે યુવા પેઢીનું આદર્શ ઘડતર થાય અને તેઓમાં આદર્શ નાગરીક ભાવના પેદા કરવાના હેતુથી કાર્યરત હોય જેમાં જે તે પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મચારીઓ તાલીમા માટે ફાળવવામાં આવે છે. ત્યારે આજે એક “STUDENT POLICE CADET” ખોવાયેલ ફોન મુળ માલિક સુધી પહોંચાડવા મદદરૂપ થતા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ અંતર્ગત મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ પ્રાથમિક શાળા તેમજ જ્ઞાનજ્યોત વિધાલયમાં વિધાર્થીઓને તાલીમ આપવાનું ચાલુમાં છે. જે સ્ટુડન્ટ પોલીસ કેડેટની તાલીમ લઇ રહેલા જ્ઞાનજયોત વિધાલયના એસ.પી.સી.કેડેટ રાહુલભાઇ વિજયભાઇ સોલંકીને ગત તા.૧૩/૦૧/૨૦૨૪ ના રોજ નવલખી રોડ ઉપરથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી આવતા તેણે તેમને તાલીમ આપતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડ્રિલ ઇન્સ્ટ્રકટર તુષારભાઇ કણઝરીયા તથા કાજલબેન કટકીયાજાદવને જાણ કરી મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશને ફોન જમા કરાવ્યો હતો. જે મોબાઇલ ફોનના માલિકની ખરાઇ કરી બી ડીવી પોલીસ દ્વારા ફોનના મુળ માલિક હેમુભાઇ ભવાનભાઇ ચાવડાને સોંપી આપેલ હતો.