ધોરણ 10 ઇંગ્લીશ મીડીયમનું ગુજરાતી એસએલ વિષયનુ પેપર આપવા આખા કેન્દ્રમાં માત્ર એક જ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યો હતો. જ્યારે બોર્ડ ની પરીક્ષા હોવાથી પરીક્ષા લેવા માટે દસ કર્મચારીઓનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ગુજરાત માદ્યયમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પુણૅ થવાનાં આરે છે ત્યારે હળવદ સદભાવના વિધાલય પરીક્ષા કેન્દ્ર પર માત્ર એક જ વિદ્યાર્થી ઇંગ્લીશ મીડીયમનું ગુજરાતી એસએલ વિષયનુ પેપર આખા પરીક્ષા કેન્દ્રમાં એક માત્ર વિધાર્થી પરીક્ષા આપી રહ્યો છે. ભયમુક્ત શાંતિપુણૅ વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે એક વિધાર્થી માટે ૧૦ કમૅચારીઓનો સ્ટાફ ખડેપગે રાખવાં આવ્યો હતો. સદભાવના પરીક્ષા કેન્દ્રમાં માત્ર એક જ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જ્યારે સ્ટાફ તમામ ખડેપગે રહ્યો હતો.