Wednesday, April 17, 2024
HomeGujaratમોરબીમાં ઓનલાઈન શિક્ષણમાં સરખી સમજ ન પડતા વિદ્યાર્થિનીએ એસીડ પીને જીવન ટુંકાવ્યુ

મોરબીમાં ઓનલાઈન શિક્ષણમાં સરખી સમજ ન પડતા વિદ્યાર્થિનીએ એસીડ પીને જીવન ટુંકાવ્યુ

મોરબીની ધોરણ ૧૨ની વિદ્યાર્થીનીએ ઓનલાઇન શિક્ષણમાં સરખી સમજ પડતી ન હોવાથી, પરીક્ષામાં આેછા માર્ક આવશે એવા ડરે એસીડ પીને આપઘાત કર્યાની ઘટના બી ડિવીજન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના રણછોડનગર-1માં રહેતી અને ધો.૧૨ કોમર્સમાં અભ્યાસ કરતી કૃપાલી ભુપેન્દ્રભાઈ ચાવડા (ઉ.વ.૧૬)એ ઓનલાઈન અભ્યાસમાં સરખી સમજ પડતી ન હોવાથી આગામી પરિક્ષામાં માર્કસ ઓછા આવશે, એવા ડરે ગત તા. ૩૧ નાં રોજ પોતાના ઘરે એસિડ પી લેતા પ્રથમ મોરબી અને બાદમાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. સારવાર બાદ સારું થતાં તેને ડિસ્ચાર્જ કરી દેવાઈ હતી પરંતુ ફરી તબીયત લથડતા રાજકોટ લવાઈ હતી અને સારવાર બાદ ડિસ્ચાર્જ કરી હતી. જો કે પંદર દિવસ બાદ ફરી બતાવવા આવવાનું હોવાથી તે રાજકોટ-મોરબી રોડ પર રહેતા માસાને ત્યાં રોકાઈ ગઈ હતી. પરંતુ ગત રાત્રે બેશુધ્ધ બની જતાં સારવારમાં લવાતા તબીબે તેને મૃત જાહેર કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!