માળીયા(મી) તાલુકાના નાના દહીંસરા ગામે આવેલ કારખાનામાં જેસીબી લોડર વાહમાં અચાનક આગ લાગી હતી. ઘટનામાં આશરે રૂ. ૧૨ લાખનું નુકસાન પહોંચ્યા અંગેની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
માળીયા(મી) તાલુકાના નાના દહીંસરા ગામના પાટિયા નજીક આવેલ વાસુકી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની ખાતે કંપનીની માલીકીના જેસીબી ઇન્ડિયા લિમિટેડ ૫૩૦-૭૦ મોડલના લોડર રજી.નં. જીજે-૩૬-એસ-૨૮૮૨ કિ.રૂ.૧૨ લાખ વાળા વાહનમાં ગત તા.૨૮ ફેબ્રુઆરીના રોજ અચાનક કોઇ કારણોસર આગ લાગી હતી. આગ લાગવાના કારણે લોડરમાં નુક્શાન થયું હતું. આ બનાવ અંગે પ્રિઓમભાઈ ગૌરીશંકરભાઈ ચાંવ રહે-આલાપ સેંન્ચુરી બી-૯૬ પુષ્કરધામ કાલાવાડ રોડ રાજકોટ વાળાએ માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.









