મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલ વિરુદ્ધ આશરે 1000 પાનાંની પુરવણી ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. મોરબીની સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ત્યારે આ કેસમાં અત્યાર સુધીમાં આ કેસમાં 10 લોકોની ધરપકડ થઈ છે. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે આજે દુર્ઘટનાનાં મુખ્ય આરોપી જયસુખ પટેલનું પુરવણી ચાર્જશીટ રજૂ કરાયું હતું. આશરે 1000 પાનાની આ પુરવણી ચાર્જશીટ સીસી કેસ નંબર 1932/23 હેઠળ કોર્ટમાં જયસુખ પટેલ વિરૂદ્ધ રજૂ કરવામાં આવ્યું છે. જે અંગે આગામી 17 માર્ચનાં રોજ વધુ સુનવણી હાથ ધરવામાં આવશે. આ પહેલા પણ 1262 પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મોરબી ઝૂલતા પુલના મેન્ટેનન્સ અને મેનેજમેન્ટની જવાબદારી ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી અને ઝૂલતો પુલનું રીનોવેશન કરવામાં આવ્યા બાદ પાંચ દિવસમાં જ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા.