Monday, November 18, 2024
HomeGujaratમોરબીની સોની બજારમાં મોરબી એસઓજી અને સીટી એ ડિવિઝન પોલીસનું ઓચિંતું ચેકીંગ

મોરબીની સોની બજારમાં મોરબી એસઓજી અને સીટી એ ડિવિઝન પોલીસનું ઓચિંતું ચેકીંગ

રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠી તથા ડી.વાય.એસ.પી પી.એ.ઝાલાના માર્ગદર્શન અને સુચના અનુસાર મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબી જીલ્લાના નાગરીકોની સુરક્ષા અને સલામતીમાં વધારો થાય તથા અમુક પ્રકારના ગુન્હાઓ બનતા અટકે તે ઉદેશ્યથી મોરબીના સોની બજારમાં કામ કરતા કારીગરો તથા ઘરઘાટી તરીકે નોકરી કરતા વ્યક્તિઓને ચેક કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લામાં વસવાટ કરતા લોકોની સુખાકારી અને સુરક્ષામાં વધારો થાય તે ઉદ્દેશ્યથી તથા અમુક પ્રકારના ગુન્હોઓ બનતા પહેલા અટકે તે હેતુથી મોરબી જીલ્લાની એસ.ઓ.જી., એલ.સી.બી. તથા સ્થાનીક પોલીસ સ્ટેશનોમાં તા.૧૦/૦૮/૨૦૨૩ થી તા.૧૨/૦૮/૨૦૨૩ એમ દિન ત્રણ માટે મોરબી જીલ્લામાં આવેલ ધંધાકીય વિસ્તારો જેવા કે સોની બજાર, લાતી પ્લોટમાં બહારથી આવેલા કારીગરો તથા મજુરો તથા ઘરઘાટી તરીકે કામ કરતા વ્યક્તિઓને એસ.ઓ.જી./એલ.સી.બી. તેમજ સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી સ્થળ પર જઇ ચેક કરી આવા નાગરિકોની તમામ વિગતો એકત્રિત કરવામાં આવી હતી. આ ત્રણ દિવસની ઝુંબેશ દરમ્યાન સોની બજારમાં કામ કરતા કુલ ૨૭૦ જેટલા લોકોની વિગતો એકત્રીત કરવામાં આવેલ જેમાં તેઓના આધારકાર્ડ, રહેણાંકની વિગતો તથા મોબાઇલ નંબર વિગેરે મુજબની વિગતો મેળવવામાં આવી હતી. તેમજ સોની બજારના આગેવાનો સાથે સંકલનમાં રહી અને સોની બજારમાં કામ કરતા આશરે ૨૭૦ જેટલા લોકોની તમામ વિગતોનો એક કોમ્પ્યુટરાઇઝ ડેટા બનાવવામાં આવેલ જેમાં તમામની વિગતો સ્ટોર કરવામાં આવેલ. જેથી કોઇ અનિચ્છીય બનાવ બને તો તાત્કાલીક પગલા લઇ શકાય. તેમજ આ સમગ્ર ઝુંબેસ દરમ્યાન સોની બજાર ખાતે કામ કરતા ઇસમોની ચકાસણી કરવામાં આવેલ તેમજ તેઓના રહેણાકના પુરાવાઓ જેવા કે આધારકાર્ડ, ચુંટણીકાર્ડ વિગેરે મહત્વના દસ્તાવેજો એકત્રીત કરવામાં આવેલ. આ ઝુંબેશ દરમ્યાન સોની બજાર જેવા ધંધાકીય વિસ્તારોમાં અવાર નવાર સોનુ લઇ નાશી જઇ છેતરપીંડી થવાના બનાવો બનતા હોય છે જે બાબતે સોની વેપારીઓને ત્યાં કામ કરતા માણસોની તમામ વિગતો એકત્રીત રાખવા માર્ગદર્શન આપવામાં આવેલ જેથી આવા બનાવો બનતા અટકી શકે. આ ઝુંબેશ દરમ્યાન રહેણાક વિસ્તારમાં રખાતા ઘરઘાટી માણસો કે જેઓ ઘણી વખત ચોરી લુંટના બનાવને અંજામ આપતા હોય છે. તેવા ઇસમોને મોરબી જીલ્લા પોલીસ દ્વારા ચેક કરવામાં આવેલ અને આ બાબતે લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ સોની બજારના વેપારીઓ સાથે મીટીંગ કરવામાં આવેલ અને તેઓને દુકાનો તથા ઓફીસમાં સી.સી.ટી.વી.કેમેરા ફરજીયાત પણે રાખવા સુચનાઓ કરવામાં આવેલ. આમ મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોકોની સુરક્ષા શાંતી અને સલામતીમાં વધારો થાય તે હેતુથી સનિષ્ટ પ્રયાસ કરવામાં આવેલ હતી.

મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબી જિલ્લાની જાહેર જનતાને પ્રજાજોગ સંદેશ આપતા જણાવવામાં આવ્યું હતું કે, આપના ધંધા, રોજગાર, રહેણાંકના સ્થળે કોઇ અજાણી વ્યક્તિને આપને ત્યાં ધંધા-વ્યવસાયમાં નોકરીએ રાખતા પહેલા કે મકાન ભાડે આપતા પહેલા તેઓના આઇ.ડી.પ્રુફ, રહેણાંકનો પુરાવો તેમજ તેમના મુળ રહેણાંકની વિગતો અવશ્ય પણે ચકાસવી અને જરૂર જણાય તો જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ નંબર-૦૨૮૨૨-૨૪૩૪૭૮, ૭૪૩૩૯ ૭૫૯૪૩ અથવા ૧૦૦ નંબર ઉપર અગર તો સ્થાનીક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા નોધ લેશો.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!