રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને જાંબુડીયા ગામની સીમમાંથી પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે સ્ટેશન વિસ્તારમાં ચોરીના બનતા બનાવો અનુસંધાને પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, રફાળેશ્વર-પાનેલી ચોકડી પાસે એક ઇસમ કાળા કલરનું નંબર પ્લેટ વગરનુ હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો મોટર સાયકલ લઇ નીકળતા જે મોટર સાયકલ ચાલકને વાહનના આર.ટી.ઓ ને લગત કાગળો તથા આર.સી.બુક બાબતે પુછતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવતા પોલીસે પોકેટ મોબાઇલમાં સદરહુ મો.સા ના એન્જીન નં. HA10ELD9G04043 તથા ચેસીસ નં. MBLHA10ASD9G 04776 આધારે સર્ચ કરતા આ મોટરસાઈકલ યુસુફભાઇ ઇસ્માઇલભાઇ લોખંડવાલા (રહે. મોરબી)ની માલીકીનુ હોવાનુ જાણવા મળેલ જેથી મોટર સાયકલ ઓર્નરનો સંપર્ક કરતા પોતાનુ સદરહું મોટર સાયકલ ગત વર્ષ ૨૦૨૨ માં ચોરી થયેલ હોય અને જે અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ હોવાનું જણાવતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સાથે સંપર્કમાં રહી રેકર્ડની ખરાઇ કરતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર થયેલ હોય જે ગુન્હો ડીટેકટ કરી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે મોટરસાઈકલ ચાલક ઝાલાભાઇ રામજીભાઇ ઇન્દરીયા (રહે. જાંબુડીયા, તા.જી.મોરબી, મુળ રહે. રાતાભેર, તા.હળવદ, જી.મોરબી)ને પકડી પાડી સી.આર.પી.સી. કલમ-૧૦૨, ૪૧(૧)(ડી) મુજબની કાર્યવાહી કરી આગળની તપાસ પી.એસ.આઇ. બી.એમ.બગડા ચલાવી રહ્યા છે.