મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મોરબી રવાપર રોડ બાપાસીતારામ ચોકના વળાકમા ગેર કાયદેસર પાસ પરમીટ વગરના ભારતીય બનાવટના પરપ્રાંતિય બિયર ના ટીન અને કાર સહિત કુલ ૪,૦૧,૬૦૦ના મુદ્દામાલ સાથે પકડી એક આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના નંદનવન રવાપર ઘુનડા રોડ ૬૦૨, શક્તિ ટાઉનશિપ ખાતે રહેતો ૪૮ વર્ષીય આરોપી દીલીપભાઇ રૂગનાથભાઇ કાલાવાડીયા મોરબી રવાપર રોડ બાપાસીતારામ ચોકના વળાકમા ગેર કાયદેસર પાસ પરમીટ આધાર વગરના ભારતીય બનાવટના પરપ્રાંતિય બર્ડ વાઇઝર મેગનુમ ૫૦૦ એમ એલ ની કંપની શીલ પેક ટીન બિયર નંગ-૮ કિંમત રૂ. ૧૬૦૦/- ના પોતાના હવાલા વાળી મારૂતી સુઝુકી કંપનીની બ્રેઝા ફોર વ્હિલ ગાડી રજી નં. જીજે-૦૫-આર.સી.૦૧૬૪ વાળી કિંમત રુ.૪,૦૦,૦૦૦/-વાળીમા હેરાફેરી કરતા મળી આવતાં કુલ રૂ.૪,૦૧,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.