મોરબીમાં વિદેશી દારૂનો જથ્થો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચનાથી તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા શ્રધ્ધાપાર્ક સોસાયટી પાસેથી ઈસમ વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય દરમિયાન તેઓને મળેલ બાતમીના આધારે, શ્રધ્ધાપાર્ક સોસાયટી, યમુના સોસાયટીની બાજુમા, નવલખી રોડ મોરબી ખાતેથી આરોપી હરેંદ્રસિંહ ઉર્ફે ભુરો કનકસિંહ ઉર્ફે કનુભા જાડેજા (રહે- શ્રધ્ધાપાર્ક સોસા., યમુના સોસા. ની બાજુમા, નવલખી રોડ મોરબી મુળગામ-મોટા દહીસરા તા.માળીયા જી.મોરબી)ને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી કુલ ૫૫૨ બોટલોનાં રૂ.૧,૮૪,૨૦૦/-નાં મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









