મોરબીના પોલીસ પરેડ ગ્રાઉંડ ખાતે 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ ક્ષેત્રે પોતાનું મહત્વ પૂર્ણ યોગદાન આપનાર મોરબીની પોલીસ લાઈન કુમાર શાળાના પ્રતિભા શાળી શિક્ષિકાનું સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબીના પોલીસ પરેડ ગ્રાઉંડ ખાતે 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. તે સાથે દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા ક્લસ્ટર કક્ષાએ નાવીન્ય પૂર્ણ કરવા શિક્ષણ ક્ષેત્રે પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ આપવામાં આવે છે, ત્યારે ક્લસ્ટર કક્ષાનો પ્રતિભાશાળી એવોર્ડ જે આ વર્ષે તાલુકા શાળા -1 નો પ્રતિભાશાળી એવોર્ડ નાયબ કલેકટર ઉમંગ પટેલના વરદ હસ્તે પોલીસલાઇન કુમાર તાલુકા શાળાના શિક્ષિકા દિપ્તીબેન ધનજીભાઇ પટેલને એનાયત કરવામાં આવ્યો છે. આ સમયે શિક્ષણ વિભાગના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર CRC શૈલેશભાઈ કાલરીયા અને અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ અને PMSHRI માધાપરવાડી કન્યા શાળાના આચાર્ય દિનેશભાઇ વડસોલાની હાજરીમાં ધ્વજ વંદન બાદ દીપ્તિબેનને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ માટે શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડ અને સમગ્ર શાળા પરિવારે દિપ્તીબેનને અભિનંદન પાઠવ્યા છે..