મોરબી પોલીસવડા એસ.આર.ઓડેદરાએ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના ઇન્ચાર્જ પીઆઇ વી.બી.જાડેજાને મોરબી જીલ્લામાંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે તેઓએ ટીમને હુકમ કરતા મોરબી તાલુકા પોલીસ મથકે છએક માસ પહેલા કલમ ૩૬૩,૩૬૬ મુજબ નોંધાયેલ અપહરણના ગુનામાં ભોગ બનનાર સગીરા તથા આરોપી પડધરી તાલુકાના જીલરીયા ગામે હોવાની હકિકત સ્ટાફના દશરથસિંહ ચાવડા તેમજ નંદલાલ વરમોરાને મળતા સ્ટાફના હીરાભાઇ ચાવડા સાથે પોલીસ ટીમ બનાવી પડધરી તાલુકાના જીલરીયા ગામે તપાસ અર્થે મોકલતા ત્યાંથી અપહરણનો આરોપી રાહુલ રાજેશ છીતરાભાઇ પરમાર (રહે.હરીપુરા ખુર્દ તા.જાલવાપાટન જી.ઝાલાવાર (રાજસ્થાન) હાલ રહે.લંબેલા તા.રાણાપુર જી. જાંબવા મધ્ય પ્રદેશ) વાળાને તથા ભોગ બનનાર સગીરાને પડધરી તાલુકાના જીલરીંગા ગામ નજીક આવેલ ગૌશાળા ખાતેથી શોધી કાઢવામાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને સફળતા મળતા બંનેનાં કોવિડ-૧૯ સંબંધિ જરૂરી મેડિકલ તપાસણી કરાવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.આમ, મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને છ માસ પહેલા મોરબી તાલુકાના ઉંચીમાંડલ ગામ નજીક આવેલ ઝારકો સીરામીક માંથી ભોગ બનનાર નું અપહરણ કરનાર આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી. બી જાડેજા, એએસઆઈ હીરાભાઈ ચાવડા, રજનીકાંતભાઈ કૈલા, સંજયભાઈ પટેલ, હેડ.કોન્સ. દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. નંદલાલ વરોમારા, અશોકસિંહ ચુડાસમા વગેરે સહિતનાઓ રોકાયેલા હતાં.