ગૌરક્ષકો ની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને હળવદ માળીયા હાઈવે ગોકુલેશ પેટ્રોલ પંપ સામે રોડ પર આઈસર ગાડીમાં ખીચોખીચ દયનીય સ્થિતિમાં ભરેલી નવ ભેંસો સાથે ડ્રાઈવર અને ક્લીનરને પકડી પાડવામાં આવ્યા છે. તેમની પાસે ટંકારાના જીવણભાઈ રબારીએ લખી આપેલ દાખલો હતો જો કે અન્ય કોઈ આધાર પુરાવા ન હોવાથી તેમની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ગૌરક્ષકો ની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને હળવદ માળીયા હાઈવે ગોકુલેશ પેટ્રોલ પંપ સામે રોડ ઉપરથી જીજે.૩૬.ટી.૮૯૨૯ નંબરની આઈસર ગાડીના ચાલક કાસમભાઈ ઈબ્રાહીમભાઈ સુમરા તથા ક્લીનર નવઘણભાઈ શીવાભાઈ નંદેસરીયાને નવ ભેસો સાથ પકડી પાડ્યા છે. જે ભેંસોના મેળવવાના થતા કોઈ આધાર પુરાવા મેળવ્યા વગર જીવણભાઈ ઘેલાભાઈ રબારીએ ગેર કાયદેસર પાસ પરમીટ વગર પોતાનો દાખલો લખી આપેલ છે. આઇસરમાં નવ ભેસો ક્રુરતા પુર્વક ટુંકા દોરડાથી ખીચો ખીચ દયનીય હાલતમાં બાંધી ધાસ ચારો, પાણીની કે અન્ય કોઈ સગવડતા રાખ્યા વગર હેરાફેરી કરી કતલખાને લઈ જતા આરોપી કાસમભાઈ સુમરા અને નવઘણભાઈ નંદેસરીયાને પકડી તેના વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.