મોરબી ગૌ રક્ષક, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્યએ કચ્છ બાજુથી માળીયા/મોરબી તરફ આવતી એક બોલેરો પીકપ ગાડી અટકાવી તેમાં ચેક કરી ત્રણ ભેંસ ક્રૂરતા પૂર્વક બાંધેલાનું ધ્યાને આવતા ચાર ભેંસને બચાવી મોરબી પાંજરાપોળ ખાતે મૂકી એક આરોપી વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં મોરબી, લીમડી, ચોટીલા અને રાજકોટ સહિતના ગૌ રક્ષકોએ કામગીરી કરી હતી.
મોરબી ગૌરક્ષક હિન્દુ યુવા વાહિની, અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્યને બાતમી મળી કે કચ્છ બાજુથી માળીયા/ મોરબી તરફ એક બોલેરો પીકપ ગાડી નં. GJ/01/DY/1254 માં જીવ ભરીને લઈ જવામાં આવે છે જે બાતમીને આધારે તા. 16/03/2025 ના રોજ ગાડી મોરબી નજીક આવતા તેને રોકીને તેમાં ચેક કરતા ત્રણ જીવ ભેંસ ક્રૂરતા પૂર્વક ટૂંકા દોરડાથી હલી ચલી ના શકે એવી રીતે બાંધેલા જોવા મળ્યા હતા. જે બાબતે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે કચ્છ માળીયા તરફથી ભરેલા હતા અને મોરબી લઈ જવાના હતા. મોરબી ગૌરક્ષક, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્યના સહયોગથી ચાર જીવોને બચાવી લેવામાં આવ્યા હતા. જે બચાવેલા ચાર જીવને મોરબી પાંજરાપોળ ખાતે મૂકી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદી નોંધાવવામાં આવી હતી.. જેમાં મોરબી તાલુકા પોલીસનો સારો સહકાર મળ્યો હતો. તેમ ગૌ રક્ષકોએ જણાવ્યું હતું. જે રેઇડ દરમિયાન મોરબી ગૌરક્ષક, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય અને ગૌરક્ષક દળ જેમાં મોરબી, લીમડી, ચોટીલા, રાજકોટના ગૌરક્ષક દ્વારા કામગીરી કરવામાં આવી હતી.