Wednesday, November 20, 2024
HomeGujaratહોળીના દિવસે દરિયા વચ્ચે હતી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમ:૪૨૭ કરોડના ડ્રગ્સ...

હોળીના દિવસે દરિયા વચ્ચે હતી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમ:૪૨૭ કરોડના ડ્રગ્સ સાથે પાંચ ઈરાની નાગરિકો ઝડપાયા

ડ્રગ્સને રવાડે ચડેલા યુવાધનને લીધે દેશનાં ઘણા રાજ્યોમાં મોટા પ્રશ્નો સર્જાયા છે. ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ માફિયા પાસેથી વારંવાર ડ્રગ્સ પકડાઇ રહ્યું છે. ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ ગુજરાત દ્વારા ભારતીય જળસીમામાં 05 ક્રૂ સાથે એક ઈરાની બોટને 61 કિલો હેરોઈન સાથે પકડી પાડી છે. અને 425 કરોડ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગુજરાત એ.ટી.એસ.ના પી.આઇ. જે.એમ.પટેલને બાતમી મળેલ કે, “ઇરાનથી દરીયાઇ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો ઇરાનના ચાબહાર બંદરેથી ભારત પાકિસ્તાન IMBL નજીક ઓખાથી આશરે ૧૮૫ નોટીકલ માઇલ દૂર ભારતીય જળસીમામાં ઇરાની બોટમાં આવવાનો છે અને ઉત્તર ભારતના ઓર્ગનાઇઝ્ડ ક્રાઇમ નેટવર્ક સાથે સંકળાયેલ ઇસમોને મોકલવામાં આવનાર છે,” જે બાતમીના આધારે એ.ટી.એસ.ની ટીમ ઓખા ખાતે રવાના કરવામાં આવી હતી, તેઓએ ઓખા ખાતે આવી કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડના ફાસ્ટ પેટ્રોલ વર્ગના જહાજો, ICGS મીરા બેહન અને ICGS અભિક માં બેસી રવાના થઇ બાતમીવાળી જગ્યાએ આવી પેટ્રોલીંગમાં રહી ગત ૦૬/૦૩/૨૦૨૩ના રાત્રીના સમયે બાતમીવાળી જગ્યાએ ઓખાથી આશરે ૧૮૫ નોટીકલ માઇલ ભારતીય જળસીમામાં શંકાસ્પદ બોટ જોવામાં આવતા તુરત જ આ બોટને આંતરી આ બોટમાં રહેલ પાંચ ઇરાની ઇસમો મોહસિન અયુબ બલોચ, અસગર રિયાજ બલોચ, ખુદાબક્ષ હાજીહાલ બલોચ, રહિમબક્ષ મૌલાબક્ષ બલોચ તથા મુસ્તફા આદમ બલોચ (તમામ રહે. કોનારક, ચબહાર, ઇરાન) તેમજ તેમના કબ્જામાં રહેલ ૬૧ કિલો ગ્રામ જેટલો માદક પદાર્થનો અંદાજીત કિંમત રૂ. ૪૨૭ કરોડનો જથ્થો તથા આ ઇરાની બોટ પકડી લઇ જખૌ કોસ્ટગાર્ડ સ્ટેશને આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

એ.ટી.એસ. ગુજરાત તથા કોસ્ટગાર્ડને પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે, આ માદક પદાર્થનો જથ્થો ઇરાન સ્થિત આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા ગુલામ બલોયી નામના વ્યક્તિએ મોકલાવેલ હતો અને તે આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાકિનારે ઉતારી ઉત્તરભારતમાં ક્યાંક પહોંચાડવાનો હતો. વધુમાં, આ બોટ તથા સ્મગલરો તા.૦૨/૦૩/૨૦૨૩ના રોજ ઇરાનના ચાબહાર બંદર ખાતેથી નિકળેલ હતા તથા બે દિવસ બાદ પાકિસ્તાનના પશની બંદરથી ૬૧ કિગ્રા માદક પદાર્થનો જથ્થો બોટમાં ચડાવેલ અને ભારત-પાકિસ્તાન IMBL નજીક, ભારતની જળસીમામાં ઓખાથી આશરે ૧૮૫ નોટીકલ માઇલ દૂર દરિયામાં ડીલીવરી આપવાના હતા. જે દરમ્યાન ગુજરાત એ.ટી.એસ. તથા ભારતીય કોસ્ટગાર્ડના ઓપરેશન દરમ્યાન પકડાઇ ગયેલ. જે ૨૦૨૩નું ગુજરાત એ.ટી.એસ, અને ભારતીય કોસ્ટગાર્ડનું પ્રથમ સંયુક્ત ઓપરેશન હતું. ગત વર્ષ દરમ્યાન ગુજરાત એ.ટી.એસ. દ્વારા માદક પદાર્થો અંગે કુલ ૮ મોટા કેસ કરવામાં આવેલ જેમાં ભારતીય કોસ્ટગાર્ડ સાથેના ૫ સંયુક્ત ઓપરેશમાં કુલ ૩૮૭,૯૯૪ કિ.ગ્રા. હેરોઇન કિં. રૂ.૧૯૩૯.૯૭ કરોડનું પકડી પાડવામાં આવેલ, તેમજ અન્ય એજન્સીઓ જેવી કે ડી.આર.આઇ., એન.સી.બી દિલ્હી, ક્રાઇમ બ્રાંચ દિલ્હી વિ. સાથેના સંયુક ઓપરેશનો કરી ગુજરાત એ.ટી.એસ. દ્વારા કુલ ૪૨૪.૧૬૫ કિ.ગ્રા. હેરોઇન, કિં. રૂ. ૨૧૨૦.૮૫ કરોડનો જથ્થો પકડી પાડ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!