બોટાદ તાલુકાના સમઢિયાળા ગામ ખાતે SMC દ્વારા રહેણાક મકાનમાં રેઇડ કરવામાં આવી હતી. જ્યાંથી SMC એ IMFL ની 19,156 બોટલ કિંમત રૂ. 19,15,600, એક વાહન કિંમત રૂ. 15,00,000 તેમજ એક મોબાઇલ મળી કુલ 34,20,600 નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ડ્રાઈવર,દારૂનો માલ મોકલનાર, ભરી આપનાર તેમજ માલ મંગાવનાર વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, SMC દ્વારા પ્રોહીબિશનની રેઈડ બોટાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં SMC એ સમઢીયાળા 1 ગામમાં આરોપી વિજય ગોરધનભાઈ સેખલીયાના મકાનમાં દરોડો પાડયો હતો. જેમાં SMC એ IMFL બોટલ્સ 19,156 કિંમત રૂ. 19,15,600/-, એક વાહન કિંમત રૂ. 15,00,000/-, એક મોબાઇલ કિંમત રૂ. 5,000/- મળી કુલ 34,20,600 નો મુદ્દામાલ કબ્જે કરી મહારાષ્ટ્ર ખાતેથી ટ્રકમાં દારૂ લાવનાર આરોપી ટ્રક ડ્રાઈવર વિજય ગોરધનભાઇ સેખલિયા, મોબાઇલ નં. 6359023561 (દારૂનો જથ્થો ભરી આપનાર ), મોબાઈલ નં. 7046649568 (દારુનો જથ્થો ભરી મોકલનાર મુખ્ય આરોપી), અને કોડીનાર ખાતે દારુનો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.