મોરબીમાં અકસ્માત અને આપઘાતનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબીમાં બે લોકોના અકાળે મોત નિપજ્યાની ઘટના સામે આવી છે.
પ્રથમ બનાવમાં, માળીયા મિયાણાનાં વાળા વિસ્તારમાં રહેતો આરીફભાઈ શકુરભાઈ સંઘવાણી નામનો ૧૫ વર્ષીય કિશોર ગઈકાલે નાની કેનાલ પંચાસર રોડ સનરાઈઝ પાર્ક પવન સુખ પેલેસ ખાતે હોય ત્યારે ત્રણ માળની બીલ્ડીંગ ઉપરથી લોખંડનો સળીયો અકસ્માતે નિચે શેરીમાં પડતા કિશોરને માથાના ભાગે ગંભીર ઈજા થતા યુવકને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પરના ડોક્ટરે કિશોરને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં, મોરબીમાં સકત શનાળા ગામ શક્તિ પ્લોટ શેરી નં-૦૨ ખાતે રહેતી લતાબેન રતીલાલ પરમાર નામની યુવતીએ ગઈકાલે બપોરના સમયે સકત શનાળા ગામ શક્તિ પ્લોટ શેરી નં-૦૨ ખાતે આવેલ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા યુવતીના પિતા દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જેને લઈ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.