વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વાડીએ ૧૪ વર્ષીય કિશોરે અગમ્ય કારણોસર ખેતરમાં વપરાતી ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવારમાં વાંકાનેર બાદ એમપીના ઇન્દોર ખાતે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં આવેલ વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના ઇન્દોર જીલ્લાના ખાનપુરા વિસ્તારના વતની ગણેશ લાલસિંહ સરપોટા ઉવ.૧૪ વાળાએ ગઇ તા.૨૮/૧૧/૨૦૨૫ના રોજ વાકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમા વાડીએ કોઇ પણ કારણોસર ખેત ઉપયોગી દવા પી જતા તેની સાથે રહેતા બનેવી રેવુભાઇ મચાર તથા વાડી માલીક ઉસ્માનભાઇ શેરસીયાનાઓ તેને વાકાનેર પીર મસાયક હોસ્પીટલમા સારવારમા લાવેલ જ્યા પ્રાથમીક સારવાર મેળવી વધુ સારવાર માટે વતનમા જતા રહેલ હોય જ્યા વતનમા એમ.વાય.એચ. હોસ્પીટલમા તારીખ ૨૯/૧૧/૨૦૨૫ ના રોજ ચાલુ સારવાર દરમ્યાન મરણ જતા એમ.વાય.એચ. થાના સંયોગીતાગંજ ઇન્દોર પોલીસ સ્ટેશન દ્રારા કરવામા આવેલ પ્રાથમીક તપાસના કાગળો તા-૨૪/૦૩/૨૦૨૬ થી કાગળો અત્રે વાંકાનેર તાલુકા પોલીસ મથકે મળતા અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









