Tuesday, January 28, 2025
HomeGujaratવાંકાનેરનાં ભોજપરા ગામે કારખાનામાં થઈ લાખોની ચોરી : પોલીસ ફરિયાદ નોંધાઈ

વાંકાનેરનાં ભોજપરા ગામે કારખાનામાં થઈ લાખોની ચોરી : પોલીસ ફરિયાદ નોંધાઈ

વાંકાનેરમાં ચોરી-લૂંટફાટના બનાવો વધી રહ્યા છે. ત્યારે વાંકાનેરનાં ભોજપરા ગામે આવેલ જેતપરડા રોડ ઉપર એબલ ઓઈલ્સ એન્ડ એગ્રો પ્રાઈવેટ લિમીટેડ નામની કંપનીને ગત તા.૦૩/૧૧/૨૦૨૩ ના રોજ તસ્કરો બનાવી લાખો રૂપિયાની ચોરી કરી હતી. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટમાં ૧૦૨, પદ્માલય એપાર્ટમેન્ટ અમરનાથ મહાદેવ મંદિરની બાજુમા ૧૫૦ ફુટ રીંગ રોડ પર રહેતા નરોતમભાઇ રવજીભાઇ સરસાવાડીયાની વાંકાનેરની ભોજપરા ગામની સીમ જેતપરડા રોડ ઉપર આવેલ એબલ ઓઈલ્સ એન્ડ એગ્રો પ્રાઈવેટ લિમીટેડ નામની કંપનીમા ગત તા.૦૩/૧૧/૨૦૨૩ ના રોજ કોઇ અજાણ્યા ચોર ઈસમે રાત્રીના સમયે કારખાનાની પાછળના દિવાલના તાર કાપી કારખાનામા પ્રવેશ કરી કારખાનાની ઓફીસના ટેબલ ઉપર હોલ કરી ટેબલનુ ખાનુ ખોલી ખાનામા રહેલ રોકડા રૂ.૫,૭૫,૦૦૦/- તથા સાહેદ હાર્દિકના થેલામા રહેલ પાકીટમાથી રૂા.૫૦૦/- મળી કુલ રોકડ રૂા.૫,૭૫,૫૦૦/- ની ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!