Friday, December 27, 2024
HomeGujaratજી.ઇ.બી પાવર હાઉસની ઓફીસમાંથી ચોર મોબાઈલની ચોરી કરી થયો છનન

જી.ઇ.બી પાવર હાઉસની ઓફીસમાંથી ચોર મોબાઈલની ચોરી કરી થયો છનન

મોરબીમાં ચોર-લૂંટારુ તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે મોરબી તાલુકાના લગધીરપુર રોડ એન્ટીક સીરામીકના કારખાનાની સામે જી.ઇ.બી પાવર હાઉસની ઓફીસમાથી મોબાઈલ ચોરીની વધુ એક ઘટના સામે આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં આવેલ લગધીરપુર રોડ એન્ટીક સીરામીકની પાછળ આવેલ પાવર હાઉસની ઓફીસમા રહેતા મનીષભાઇ થોભણભાઇ મોરી નામના યુવકે ગત તા-૧૧/૦૩/૨૦૨૩ ના રોજ પોતાનો વન પ્લસ સી.ઇ.ટુ મોડલનો રૂપીયા-24,999/-ની કિંમતનો મોબાઈલ ફોન રાતના બેયક વાગ્યાથી સવારના છયેક વાગ્યા દરમ્યાન ચાર્જીંગમા રાખ્યો હતો. જ્યાંથી કોઈ અજાણ્યો ચોર ફોન ચોરી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!