મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાએ ચોરી, લુંટ, ધાડ જેવા મિલકત સબંધી ગુનાઓમા પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય દરમિયાન તેઓને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી-ર વીશીપરા મેન રોડ ઉપર રેઇડ કરી આરોપી મયુરભાઇ મોતીભાઇ સુસરા (રહે. વીસીપરા ખાદી ભંડાર સામે મોરબી)ને ચોરીમા ગયેલ REALME કંપનીનો x7 MAX, SAMSUNG A53, REALME SPRC તથા OPPO AS મોબાઇલ ફોન સાથે પકડી પાડી કુલ ૨૯,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.