વાંકાનેર તાલુકાના લાલપર ગામે રમતા રમતા કેનાલમાં પડી જવાથી સાડા ત્રણ વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અક્સ્માત મૃત્યુની નોંધ કરી છે.
વાંકાનેર તાલુકાના લાલપર ગામે મામદહુશેનભાઈ જલાલભાઈ મોમીનની વાડીએ રહેતા પરિવારનો સાડા ત્રણ વર્ષનો પુત્ર લવરાજભાઈ મહેન્દ્રભાઈ સંઘાળીયા ગઈકાલ તા. ૨૯/૦૧ના રોજ વાડી પાસે આવેલી કેનાલ નજીક રમતો હતો. ત્યારે રમતા રમતા અચાનક માસુમ બાળક કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. બાળકને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં હાજર તબીબે જોઈ તપાસી બાળકને મૃત જાહેર કર્યો હતો. હાલ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે.









