Saturday, November 1, 2025
HomeGujaratમોરબીમાં ત્રણ વર્ષની બાળકી ઘરમાં એકલી લોક થઈ ગઈ, ફાયર ટીમે સમયસર...

મોરબીમાં ત્રણ વર્ષની બાળકી ઘરમાં એકલી લોક થઈ ગઈ, ફાયર ટીમે સમયસર પહોંચીને સલામત રીતે બહાર કાઢી

મોરબીમાં અવની ચોકડી નજીક એપાર્ટમેન્ટમાં ત્રણ વર્ષની બાળકી ઘરમાં એકલી લોક થઈ જતા પરિવારજનોમાં દહેશત ફેલાઈ હતી. તાત્કાલિક મોરબી ફાયર વિભાગને જાણ કરતા, ફાયર વિભાગ ટીમ માત્ર ૧૬ મિનિટમાં પહોંચી દરવાજો તોડી બાળકીને સલામત બહાર કાઢી સફળ બચાવ કામગીરી કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી ફાયર કંટ્રોલરૂમમાં તા.૩૧/૧૦ના રોજ સાંજે ૬.૪૩ વાગ્યે કોલ મળ્યો હતો કે ગુરુ પ્રેરણા એપાર્ટમેન્ટ, દર્શના ટાઉનશીપ, અવની ચોકડી પાસે ત્રણ વર્ષની બાળકી ઘરની અંદર એકલી રહી ગઈ છે અને મેનડોર કોઈ કારણસર લોક થઈ ગયો છે. મોરબી ફાયર ટીમ ૬.૫૧ વાગ્યે ઘટના સ્થળે પહોંચી, તરત જ સીડી દ્વારા બીજા માળે રસોડાની બાલકનીમાં પ્રવેશ કર્યો હતો. ફાયર કર્મચારીઓએ ઝડપી કામગીરી કરતાં ૬.૫૯ વાગ્યે દરવાજો તોડી બાળકી ‘ધ્યાની’ને સહી સલામત બહાર કાઢી હતી. સ્થાનિક રહીશો અને પરિવારજનોએ ફાયર વિભાગના જવાનોની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!