માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામ ખાતે ઇસમને અગાઉ વે-બ્રીજની ઓફીસમા સુવાની ના પાડતા ઝઘડો થયેલ જેનો ખાર રાખીને ઈસમોએ યુવકને વે બ્રીજની ઓફીસમા સુવાની ના કેમ પાડેશ ? તેમ કહી પોતાના હાથમા પહેરેલ કડા વડે યુવકને માથાના ભાગે મારેલ અન્ય બે વ્યક્તિઓએ મુંઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણેય વિરુધ્ધ માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામ ખાતે રહેતા અસલમભાઇ અભરામભાઇ કચ્ચા પર મીયાણાવાસમા તા.૨૨/૦૯/૨૦૨૩ના રોજ સાડા અગીયારેક વાગ્યાના અરસામા ફરીયાદી અસલમભાઈએ આરોપી સલીમ કરીમ સોતાને અગાઉ વે-બ્રીજની ઓફીસમા સુવાની ના પાડતા ઝઘડો થયેલ જેનો ખાર રાખીને આજરોજ આરોપીએ ફરીયાદીને વે બ્રીજની ઓફીસમા સુવાની ના કેમ પાડેશ ? તેમ કહી પોતાના હાથમા પહેરેલ કડા વડે ફરીયાદીને માથાના ભાગે મારેલ તથા આરોપી અસલમ કરીમ સોતાએ પકડી રાખેલ તથા આરોપી ફારૂક કરીમ સોતાએ પોતાના હાથમા રહેલ લાકડાના ધોકા વડે ફરીયાદીને ડાબા હાથના ખંભાના ભાગે એક ઘા મારી મુંઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમના વિરૂદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.