ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ખુલ્લેઆમ કેમિકલ યુક્ત દારુ વેચાય છે. જેને પકડી પાડવા પોલીસ દ્વારા પણ એક બાદ એક રેઇડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસે લીલાપર ગામની સીમ જુના પડતર ઇરીગેશન કવાર્ટર પાછળ વોકળા કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી એક ઈસમની અટકાયત કરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી તાલુકા પોલીસે લીલાપર ગામની સીમ જુના પડતર ઇરીગેશન કવાર્ટર પાછળ વોકળા કાંઠે મગનભાઇ બાબુભાઇ જીંજવાડીયા (રહે.લીલાપર રોડ રામદેવપીરના મંદિર સામે જુના પડતર ઇરીગેશન કવાર્ટર પાસે તા.જી.મોરબી) નામનો ઈસમ દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી બાવળની કાંટમાં પ્લાસ્ટિકની થેલીમાં રાખેલ ૫ લીટર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાનો ૨૫૦ લીટર ઠંડો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૬૦૦/-નો મુદામાલ કબ્જે કરી મગનભાઇ બાબુભાઇ જીંજવાડીયા નામના ઈસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.