ટંકારા પોલીસ ટીમે મેઘપર ઝાલા ગામની સીમમાં આવેલ વાડીમાં રેઇડ કરી હતી, જ્યાં ચાલતી ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ હતી. આ સાથે પોલીસે ગરમ-ઠંડો આથો તા4હ ભઠ્ઠી ચલાવવા ઉપયોગમાં લેવાતા સાધન સામગ્રી સાથે કુલ રૂ.૪૬,૪૦૦/-નો મુદ્દામાલ ઝડપી લીધો હતો, રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે તાલુકાના મેઘપર ઝાલા ગામની આથમણી વિસ્તારમાં આવેલ આરોપીના કબજાવાળી વાડીમાં દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી રવિરાજસિંહ અમરસિંહ ઝાલા રહે.મેઘપર ઝાલા વાળા પોતાના કબજાની વાડીમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતો હોય જેથી તાત્કાલિક ઉપરોક્ત વાડીએ રેઇડ કરતા જ્યાંથી ગરમ આથો ૧૦૦ લીટર, ઠંડો આથો ૧૮૦૦ લીટર કિ.રૂ.૩૬,૦૦૦/- તેમજ તૈયાર દેશી દારૂ ૪૦ લીટર કિ.રૂ. ૮,૦૦૦/- મળી આવ્યા હતા. સાથે સાથે પતરાના બેરલ, એલ્યુમીનીયમના બકડીયા, સ્ટીલના પાત્રો અને અન્ય ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૪૬,૪૦૦/-નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રેઇડ દરમિયાન આરોપી રવીરાજસિંહ હાજર નહિ મળી આવતા તેની વિરુદ્ધ ટંકારા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે









