મોરબી અને વાંકાનેર શહેર વિસ્તારમાં પોલીસે જુગાર અંગે અલગ અલગ ચાર દરોડા કરી, તીનપત્તિ તેમજ વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા કુલ ૧૦ જુગારીઓને ઝડપી પાડ્યા છે. અલગ-અલગ ચાર સ્થળેથી રોકડ રકમ તથા જુગાર સાહિત્ય જપ્ત કરી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી બે રેઇડમાં હશનપરા થાન રોડ થાન ચોકડી તથા જાલી ચોકડી પાસે જાહેરમાં વર્લી ફિચર્સના નશીબ આધારિત આંકડા લખી જુગાર રમી રમાડતા આરોપી નીતીન મનસુખભાઇ ધરજીયા ઉવ.૩૨ રહે.વાંકાનેર મીલપ્લોટ સરકારી ગોદામ પાસે અને આરોપી ધર્મેન્દ્ર વાઘજીભાઇ મેશરીયા ઉવ.૨૯ રહે.વાંકાનેર નવાપરા વાળાને ઝડપી લઇ તેમના પાસેથી રોકડ રૂ.૧૬૫૦ અને રૂ.૧૩૦૦ સહિત ચીઠી અને બોલપેન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાં માધાપર વાવડી રોડના નાકા પાસે આરોપી અશરફખાન હાફિઝ ઝુલા ઉવ.૨૧ રહે.સિપાઇવાસ માતમ ચોક મોરબી વાળો વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમી રમાડતા ઝડપાયો હતો, જેના પાસેથી રૂ.૧૩૨૦/-ની રોકડ તથા જુગાર રમવાનું સાહિત્ય સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
જ્યારે શહેરના બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં વીશીપરા પ્રજાપત કારખાના પાછળ નદીના પટમાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા (૧)યોગેશભાઇ સવશીભાઇ અગેચણીયા ઉવ.૩૭ રહે.મોરબી વીશીપરા અમરેલી રોડ વાડી વીસ્તાર મોરબી, (૨)હીતેશભાઇ રમેશભાઇ પરમાર ઉવ.૨૭ રહે.મોરબી માધાપર શેરી નં.૧૮ મોરબી, (૩)ચંદુભાઇ મેરૂભાઇ અગેચણીયા ઉવ.૪૨ રહે.મોરબી વીશીપરા અમરેલી રોડ વાડી વીસ્તાર મોરબી, (૪)જશવંતભાઇ મુકેશભાઇ પાટડીયા ઉવ.૨૩ રહે.મોરબી મહેન્દ્રનગર નદી વીસ્તાર મોરબી, (૫)અનીલભાઇ શંકરભાઇ અગેચણીયા ઉવ.૩૩ રહે.મોરબી મહેન્દ્રનગર ઓકળા વીસ્તાર મોરબી, (૬)સલીમભાઇ કરીમભાઇ ચાનીયા ઉવ.૩૬ રહે.મોરબી વીશીપરા કુલીનગર કીસ્મત પાનની બાજુમાં તથા (૭)મેરૂભાઇ મુન્નાભાઇ અગેચણીયા ઉવ.૩૬ રહે.મોરબી વીશીપરા અમરેલી રોડ વાડી વીસ્તાર એમ સાત શખ્સોને પકડી ગંજીપત્તાના પાના તથા રૂ.૧,૯૪૦/- રોકડ જપ્ત કરવામાં આવી હતી. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









