Wednesday, January 15, 2025
HomeGujaratરાજ્યમાં કુલ ૧૧૦ અધિકારીઓ અને કર્મચારીઓનું DGP ડિસ્ક એવોર્ડ એનાયત કરી સન્માન...

રાજ્યમાં કુલ ૧૧૦ અધિકારીઓ અને કર્મચારીઓનું DGP ડિસ્ક એવોર્ડ એનાયત કરી સન્માન કરાયું

મોરબી જિલ્લામાં DGP ડિસ્ક એવોર્ડ માટે સારી અને પ્રશંસનીય કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓની દરખાસ્ત DGP કચેરીએ મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત અંગે ગૃહ વિભાગની કમિટી દ્વારા કામગીરીનું અવલોકન કરવામાં આવે છે. જેમાં કુલ 110 અધિકારીઓ અને કર્મચારીઓને સારી કામગીરી અનુસંધાને એવોર્ડ અપાયા હતા.

- Advertisement -
- Advertisement -

રાજ્યમાં કુલ 110 અધિકારીઓ અને કર્મચારીઓનું સારી કામગીરી અનુસંધાને DGP ડિસ્ક એવોર્ડ એનાયત કરી સન્માન કરાયું હતું. DGP આશિષ ભાટિયા દ્વારા સન્માન કરી આ એવોર્ડ એનાયત કરાયો હતો. જેમાં પોલીસ મહાનિર્દેશક અને સુરત કમિશ્નર અજયકુમાર તોમર,અધિક પોલીસ મહાનિર્દેશક વડોદરા કમિશ્નર ડૉ. શમશેર સિંઘ, ડૉ.કે.એલ.એન.રાવ તેમજ સાત પોલીસ મહા નિરીક્ષક,પાંચ પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક અને 13 પોલીસ અધિક્ષકને એવોર્ડ અપાયો હતો. જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, વડોદરા રેન્જ આઇજી સંદિપ સિંઘ, અમદાવાદ ક્રાઇમ વડા પ્રેમવીર સિંઘ, કચ્છ આઇજી જશવંત મોથલિયા તેમજ 13 પોલીસ અધિક્ષકમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી, રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડ, ATS એસપી સુનીલ જોશીનો પણ સમાવેશ કરાયો છે. જેમાં મોરબી ડીવાયએસપી પ્રતિપાલ સિંહ ઝાલા સહિત રાજ્યના 12 બિન હાથીયારી ડીવાયએસપી,04 હથિયારી ડીવાયએસપીનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત મોરબી એસીબી પીઆઈ જે.એમ આલ સહિત 12 બીન હથિયારી પીઆઈ, 02 હથિયારી પીઆઈ અને 01 વાયરલેસ પીઆઈ મળી કુલ 15 પીઆઈનો સમાવેશ કરાયો છે. આ સિવાય 17 પીએસઆઈ,08 એએસઆઇ,02 ટેકનિકલ ઓપરેટર ,10 હેડ કોન્સ્ટેબલ અને 12 કોન્સ્ટેબલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!