મોરબી તાલુકા વિસ્તારના જાંબુડીયા ગામની સીમમાં રફાળેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉન ખાતેથી બનાવટી ઇગ્લીશ દારૂ બનાવવાની ફેકટરી મુદ્દામાલ સાથે તેમજ કુલ- ૧૧ ઇસમોને પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુન્હો દાખલ કર્યો હતો. જે બનાવમાં બનાવટી ઇગ્લીશ દારૂ બનાવનાર અને રો મટીરીયલ સપ્લાય કરનાર તેમજ ગોડાઉન ભાડે આપનારની પણ પોલીસે અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા વિસ્તારના જાંબુડીયા ગામની સીમમાં રફાળેશ્વર રેલ્વે ફાટક પાસે રફાળેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉન ખાતેથી બનાવટી ઇગ્લીશદારૂ બનાવવાની ફેકટરી,બનાવટી ઇગ્લીંશ દારૂ બનાવવાનો મુદામાલ તથા તૈયાર કરેલ ઇંગ્લીશ દારૂની બોટલો વિગેરે મુદામાલ તથા કુલ- ૧૧ ઇસમોને પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કર્યો હતો. જેની આગળની તપાસ મોરબી એલ.સી.બી.ને સોંપતા અલગ અલગ રાજ્યમાં તપાસ કરી કુલ ૧૭ આરોપીઓની અટક કરવામાં આવી છે. જેમાં ઉતર પ્રદેશના બિધાપુર તાલુકાના સમેરપુર ખાતે રહેતો દિપકકુમાર સુરેન્દ્રકુમાર પાંડે બનાવટી દારૂ બનાવનાર તથા બનાવટી ઇગ્લીંશ દારૂ બનાવવામાં રો મટીરીયલ સ્પલાય કરનાર મહારાષ્ટ્રના થાણેના આનંદનગર જી.બી.રોડ, એમપ્રેસપાર્કની પાસે, સુકુર એકલાવ ખાતે રહેતાં દિનેશ જગદિશ ગોયેલ (અગ્રવાલ)ની અટકાયત કરી હતી. જે મામલામાં ગોડાઉન માલીક દ્વારા ગોડાઉન ભાડે રાખનાર બાબતે કોઇ પણ જાતની તપાસ કે ભાડા કરાર કર્યા વગર પોતાનું ગોડાઉન ગેરકાયદેસર પ્રવૃતિ ચલાવવામાં ભાડે આપ્યું હતું. જે તપાસ દરમ્યાન ગોડાઉન માલિકની બેદરકારી જણાતા મજકૂર નામદાર સેશન્સ કોર્ટ મોરબી ખાતે આગોતરા જામીન મેળવવા અરજી કરતા નામ સેશન્સ કોર્ટ મોરબી દ્વારા મહારાષ્ટ્રના સાંગલી તાલુકાના આદિનાથ નગર વાત્સલ્ય પુરમએપાર્ટમેન્ટ ફલેટ ખાતે રહેતા ૫૯ વર્ષીય ગોડાઉન માલીક અરવિંદભાઇ બચુભાઇ કોરીંગાના આગોતરા જામીન અરજી રદ્દ કરતા ગોડાઉન માલીકની પણ ગુન્હામાં અટકાયત કરવામાં આવી હતી. તેમજ કોઈ પણ માલિક પોતાની મિલ્કત કોઇ પણ અન્ય વેપારી કે ઉધોગકારને ભાડે આપતા પહેલા મિલ્કત ભાડે રાખનારની પુરી તપાસ કરી તેના વ્યવસાય બાબતેની માહિતી મેળવી ત્યાર બાદ જરૂરી તમામ આધાર પુરાવા મેળવી ભાડા કરાર કર્યા બાદ જ મિલ્કત ભાડે આપવી તેમજ ઘરઘાટી, દુકાન, ફેકટરી, ખેત મજુર, વાહન ચાલક (ડ્રાઇવર) બાબતે સંપૂર્ણ તપાસણી કર્યા બાદ કામ પર રાખવા માટેની અપીલ પણ મોરબી તાલુકા પોલીસે કરી હતી.