મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું જેમાં છેલ્લા અઢી વર્ષમાં થયેલ કામોનો હિસાબ આપવામાં આવ્યો હતો આ સાથે તે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને અન્ય ભાજપ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા જેમાં મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા મોરબી જિલ્લા પંચાયત ખાતે આજે પત્રકાર પરિષદનું આયોજન કરી જણાવ્યું હતું કે મોરબી જિલ્લા પંચાયતના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન મોરબીના છેવાડાના જુદા જુદા વિસ્તારોના અને ગ્રામ્ય પંથકોના રોડ રસ્તા બનાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ મોરબી જીલ્લા પંચાયત ના કામો માટે ૨૯૦ કરોડ ૬૨ લાખ મંજૂર કરાયા હતા જેમાં મોરબી માળિયા વિધાનસભા માં આવતા કામો માટે ૯૫ કરોડ મંજૂર કર્યા હતા જેમાં આ મંજૂર થયેલા 171 કામો પૈકી 137 કામો પૂર્ણ અને 32 કાર્યરત અને 12 હાલ જુદા જુદાં પ્રશ્નોને લીધે પેંડીગ છે ત્યારે મોરબી જીલ્લા પંચાયત ના સદસ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ આ તમામ કામો અને ભંડોળ માટે મોરબીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા નો આભાર માન્યો હતો જેમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ જણાવ્યું હતું કે આ છેલ્લા અઢી વર્ષમાં થયેલ વિકાસના કામોમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સિંહ ફાળો છે આ સાથે મોરબીના પૂર્વ જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તેમજ હાલના જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડ ભાઈ દલવાડી નો પણ ખૂબ સાથ સહકાર રહ્યો છે ત્યારે આગામી અઢી વર્ષમાં પણ લોકોની સેવા કરવાનો મોકો મળે કે ન મળે પરંતુ આજ દિન સુધી જે કામગીરી કરી છે તેમાં તેઓએ અધિકારીઓ આગેવાનો અને ભાજપના સિનિયર નેતાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે સાથે જે કંઈ કામો નથી થઈ શક્યા અને તેઓના કાર્યકાળ દરમિયાન કોઈ અધિકારીઓ અને દુઃખ પહોંચવું હોય તો માફી પણ માંગી હતી સાથે સાથે મોરબી જીલ્લા પંચાયત આજદિન સુધીમાં 80 ટકાથી વધુ કામો પૂર્ણ કરી અને અવ્વલ નંબર પર રહી છે અને લોકો માટે સતત કાર્યરત રહી છે જે આગામી સમયમાં પણ રહેશે આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયત ખાતે બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા રાખવામાં આવેલ પત્રકાર પરિષદ દરમિયાન મોરબી માળિયાના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગના ઇજનેર અને મોરબી જિલ્લા પંચાયત કચેરીના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.