મોરબીના સામાકાંઠા વિસ્તારમાં તીનપત્તિનો અને માળીયા(મી) માં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા કુલ ત્રણ ઇસમોની પોલીસ દ્વારા અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી-૨ ત્રાજપર ચોકડી નજીક બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માનવંતી ઇલેકટ્રીકની દુકાનની બાજુમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા આરોપી હસમુખભાઈ બચુભાઇ આત્રેશા ઉવ.૪૫ રહે.ત્રાજપર મોરબી-૨ તથા આરોપી લખમણભાઈ મેરુભાઈ ગોલતરા ઉવ.૪૭ રહે.ત્રાજપર મોરબી-૨ વાળાને રોકડા રૂ.૨,૨૦૦/-સાથે ઝડપી લેવાયા હતા, ત્યારે બી ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે જુગારના બીજા બનાવમાં, માળીયા(મી) માં સરકારી દવાખાના જવાના રસ્તે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમી રહેલ લતીફભાઈ હૈદરભાઈ કાજેડીયા ઉવ.૩૨ રહે. સરકારી હોસ્પિટલની બાજુમાં માળીયા(મી) વાળાની રોકડા રૂ.૨૫૦/-તથા જુગાર રમવાના સાહિત્ય સાથે અટકાયત કરી, માળીયા(મી) પોલીસે આગળની તપાસ ચલાવી છે.









