ગુજરાત રાજ્ય ગાંધીનગર એસ.ટી.બી.પોલીસ મહા નિરીક્ષક દ્વારા રાજકોટ શહેર ટ્રાફિકની કચેરીના નાયબ પોલીસ કમિશ્નરને પત્ર લખી સરકારી કર્મચારીઓ દ્વારા હેલ્મેટના નિયમોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેને અંતર્ગત રાજકોટ શહેર ખાતે તા. ૧૫/૦૨/૨૦૨૫ ના રોજ ૩૯ કેસ કરી રોકડ રૂ. ૧૯,૫૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઇજાઓ ઉપર અંકુશ લાવી શકાય તે માટે ગુજરાત રાજયમાં હેલ્મેટના નિયમનો અમલ રાજયના તમામ સરકારી અધિકારી અને કર્મચારીઓ કરે તે માટે ગુજરાત રાજયના તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે ટ્રાફિક પોલીસનું ડીપ્લોયમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરવા માટે એસ.ટી.બી. રાજ્ય ગાંધીનગર પોલીસ મહાનિરીક્ષક દ્વારા રાજકોટ શહેર ટ્રાફિકની કચેરીના નાયબ પોલીસ કમિશ્નરને પત્ર લખી સરકારી કર્મચારી દ્વારા હેલ્મેટ નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત તા. ૨૫/૦૨/૨૦૨૫ ના રોજ ચેકીંગ કરાતા RTO કચેરી ખાતે ૦૪ કેસ કરી રૂ. ૨,૦૦૦/-, RMC ઓફિસ દક્ષિણ ૦૪ કેસ રૂ. ૨,૦૦૦/-, મામલતદાર કચેરી આત્મીય ૨૦ કેસ કરી રૂ. ૧૦,૦૦૦/-, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૦૭ કેસ કરી રૂ. ૩૫૦૦/- તેમજ આયકર ભવન ખાતે ૦૪ કેસ કરી રૂ. ૨,૦૦૦ નો દંડ ફટકારી કુલ ૩૯ કેસમાં ૧૯,૫૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો.