ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને12ની પરીક્ષા આજથી શરૂ થઈ છે. જેમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. મોરબીમાં પરીક્ષા કેન્દ્રો પર કેટલા વિદ્યાર્થી હાજર રહ્યા અને કેટલા ગેરહાજર રહ્યા તેની સંખ્યા સામે આવી છે.
HSC બોર્ડનાં જણાવ્યા અનુસાર, ધોરણ 12ની પરીક્ષા બપોરે 3 વાગ્યે શરૂ થઇ હતી. જેમાં આજે મોરબીના પરીક્ષાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહનું પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહમાં નામાનાં મૂળ તત્ત્વોનું પેપર આપું હતું. ત્યારે વિજ્ઞાન પ્રવાહના 1728 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી 1718 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા જયારે 10 ગેર હાજર રહ્યા હતા. તેવી જ રીતે સામાન્ય પ્રવાસમાં 5450 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરંતુ તેઓમાંથી 5418 વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા. જયારે 32 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.