મોરબી જીલ્લામાં આજે ગુજકેટ ૨૦૨૫ ની પરીક્ષા યોજાઈ રહી છે. જીલ્લામાં કુલ ૧૦ પરીક્ષા કેન્દ્રો ખાતે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા થઈ રહી છે. જેમાં બે સેશનમાં કુલ ૫૦ ઉમેદવારો ગેરહાજર નોંધાયા છે.
મોરબી જિલ્લામાં આજરોજ ગુજકેટની પરીક્ષા યોજવામાં આવી રહી છે. જે ગુજકેટ પરીક્ષામાં ફીઝીક્સ અને કેમિસ્ટ્રી વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૧૮૯૧ અને અંગ્રેજી માધ્યમમાં ૨૨૩ વિધાર્થીઓ હાજર રહ્યા હતા.. જયારે ગુજરાતી માધ્યમમાં ૨૪ અને અંગ્રેજી માધ્યમમાં ૦૮ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. તેમજ બાયોલોજી વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમના ૧૨૯૫ અને અંગ્રેજી માધ્યમમાં ૧૦૦ વિધાર્થીઓએ હાજરી આપી હતી. જ્યારે ગુજરાતી માધ્યમમાં ૧૬ તેમજ અંગ્રેજી માધ્યમમાં ૦૨ સહીત ૧૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ, બંને સેશનના ગુજકેટની પરીક્ષામાં કુલ ૫૦ પરીક્ષાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.